સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો દેશભરમાં પ્રારંભ થયો છે. આ વર્ષે ભારત સહિત વિશ્વના 26 દેશોમાંથી કુલ 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યભરમાંથી અંદાજે 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના સુચારુ સંચાલન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને દેશ-વિદેશમાં હજારો પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.