પંચમહાલ જિલ્લામાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસે મોટી સફળતા મેળવી છે. ગોધરા તાલુકાના ઈસરોડીયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી લીધું છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે