ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો મહાશિવરાત્રિનો મેળો. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળાની પૂર્ણાહુતિ થઈ. કહેવાય છે કે, મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ અહીં સાધુ સ્વરૂપે હાજરી આપે છે.રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબ, વિદેશીઓ પણ ઝૂમી ઉઠ્યા; 5 દિવસમાં 25 લાખ લોકો ઉમટ્યા