હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના ગઢ ગણાતા સુરત શહેરે હવે પર્યાવરણ જાળવણીમાં દેશનું નેતૃત્વ લેવાની તૈયારી કરી છે. ‘શહેરી વિકાસ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ શહેરને ‘ઝીરો વેસ્ટ સિટી’ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ, શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste) ને ડમ્પિંગ સાઈટ પર મોકલવાને બદલે તેનું ૧૦૦ ટકા રિસાયક્લિંગ કરવામાં આવશે.
આ આધુનિક વ્યવસ્થાને કારણે બાંધકામ કચરો પુનઃ વપરાશમાં લેવાશે, જેનાથી કુદરતી સંસાધનો પરનું ભારણ ઘટશે. આ પહેલથી દર વર્ષે અંદાજે ૫૦૦ ટનથી વધુ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે ૨.૫૦ લાખ કિલો કોલસાની બચત સમાન છે. સુરત મનપાની આ ‘ગ્રીન ગ્રોથ’ નીતિ અન્ય શહેરો માટે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહી છે.


















