દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી:ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેલ; સવારે આર્મી-એરફોર્સ સ્કૂલને ધમકી મળી હતી
દિલ્હી પોલીસને આજે(23 ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો. આ ધમકી કથિત રીતે ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. ધમકી મળતાં જ દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

















