ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR) અત્યારે ‘નેક્સ્ટ જનરેશન’ ઇન્ડસ્ટ્રીઝ માટેના સૌથી મોટા ગંતવ્ય સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. આ પ્રોજેક્ટની સફળતામાં સૌથી મહત્વનું પરિબળ તેની કનેક્ટિવિટી છે. અમદાવાદ અને ધોલેરા વચ્ચે ૧૧૦ કિલોમીટર લાંબો ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે’ હવે તૈયાર થવા જઈ રહ્યો છે.

આ એક ગ્રીનફિલ્ડ, ફોર-લેન અને એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસ-વે છે. હાલમાં અમદાવાદથી ધોલેરા પહોંચતા અંદાજે ૨ કલાક અને ૧૫ મિનિટ જેટલો સમય લાગે છે, પરંતુ આ એક્સપ્રેસ-વે શરૂ થતા અમદાવાદના એસ.પી. રિંગ રોડથી ધોલેરાનું અંતર અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે. આ હાઇ-સ્પીડ કનેક્ટિવિટીથી લોજિસ્ટિક્સ ક્ષેત્રે મોટો ફાયદો થશે અને ઉદ્યોગો માટે માલસામાનની હેરફેર અત્યંત સરળ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *