ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં 50,000 ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે પણ ખેડૂતોને જોઈએ તે રીતનો ભાવ મળતો નથી. ડુંગળીની આવક થતા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ડુંગળીના ભાવ 100થી 190 રૂપિયા નોંધાયો છે. ડુંગળીના ભાવમાં રુ. 60નો ઘટાડો જોવા મળ્યો છે. 3 દિવસના બંધ રહેલા ઉતારા બાદ યાર્ડમાં મોડી રાત્રે ડુંગળીની થઈ આવક અને ડુંગળીની 50000 ગુણી આવક થતા ભાવમાં પણ જોવા મળ્યો ઘટાડો.