શ્રદ્ધાળુઓની સુરક્ષા બનશે અભેદ્ય:હર્ષ સંઘવીના હસ્તે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું. સાઉન્ડ સિસ્ટમ સાથે અધ્યતન આ કેમેરા યાત્રિકોની સુરક્ષા માટે સહાયરૂપ બનશે.

















