Narendra Modi 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ રાજ્યને મોટા વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. તેમના કાર્યક્રમ મુજબ ડીસામાં લગભગ ₹25 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગરમાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરશે.




























