અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની અસરે બજારનું સેન્ટિમેન્ટ બદલાયું છે, જેના પરિણામે ગઈકાલના ઉછાળા બાદ આજે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે; ચાંદી ગઈકાલના બંધ ભાવથી ઘટીને ₹2,35,133ની સપાટીએ પહોંચી હતી, જે દિવસના ઉચ્ચ સ્તરથી અંદાજે ₹4,785નો ઘટાડો દર્શાવે છે.
સોનાના ભાવમાં પણ નરમાશ જોવા મળી છે. સોનું ગઈકાલના ₹1,51,776ના બંધ ભાવ સામે આજે ઘટીને ₹1,50,647 પર ખૂલ્યું હતું, જેમાં દિવસ દરમિયાન ₹1,129 સુધીનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, ભૌગોલિક તણાવમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર થવાને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાંથી નફો વસૂલવાનું શરૂ કર્યું છે, જેનાથી બજારમાં આ કરેક્શન જોવા મળી રહ્યું છે.






