કચ્છમાં માવઠાની અસરને કારણે પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. રાત્રે મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ થતાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે પવનને કારણે ભચાઉ અને રાપરમાં ઉભા પાકમાં મોટી નુકસાની થઇ છે. ખાસ કરીને જીરા, કપાસ, ઈસબગુલ, એરંડા અને વરિયાળી સહિતનો ઊભો પાક ઢળી પડ્યો છે.