દેશમાં ગેસ સિલિન્ડરના પુરવઠાને લઈને ચાલતી ખેંચતાણ વચ્ચે દરિયાઈ માર્ગેથી પોઝિટિવ અપડેટ મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અને મરીન ટ્રાફિક શિપિંગ ડેટા અનુસાર, ભારતના વધુ બે વિશાળ ગેસ ટેન્કરો—‘પાઈન ગેસ’ (Pyne Gas) અને ‘જગ વસંત’ (Jag Vasant)—ટૂંક સમયમાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) પાર કરશે.
આ બંને ટેન્કરો હાલ શારજાહ નજીકથી રવાના થવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, ‘પાઈન ગેસ’ ટેન્કરને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા અને ‘જગ વસંત’ને ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. આ જહાજોના આગમનથી દેશમાં LPGના સપ્લાયમાં મોટો સુધારો થવાની અપેક્ષા છે.






























































































































































































































































