જૂનાગઢમાં નાગાસાધુનો આતંક, પોલીસ દ્વારા અટકાયત:ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓને દોડાવ્યા, કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવતાં મિની કુંભમાં સનસનાટી
જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં બીજી તરફ દત્ત ચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 12 ફેબ્રુઆરીની રાતે એક નાગા સાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈને હાથમાં ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓને દોડાવ્યા, કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવતાં મિની કુંભમાં સનસનાટી. પોલીસ અટકાયત કરાઈ







