ZIM vs AUS : T20 વર્લ્ડકપમાં આ વખતે દરેક મોટી ટીમોએ નાની ટીમ સામે મેચ જીતવા માટે વલખાં મારવા પડ્યા છે ત્યારે પાકિસ્તાન, ભારત અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને પણ નાની ટીમો સામે માંડ માંડ જીત મળી હતી. જોકે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેની મેચમાં મેજર અપસેટ સર્જાયું. ઝિમ્બાબ્વેના 170 રનના ટારગેટ સામે ઓસ્ટ્રેલિયા લાચાર દેખાયું અને 23 રને હાર્યું. ઝિમ્બાબ્વેએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બે વિકેટે 169 રન કર્યા હતા. જેમાં સૌથી વધુ બ્રાયન બેનેટ 64*(56), મારુમનીએ 35(21), રાયન બર્લે 35(30) અને સિકંદર રઝાએ 25*(12) રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા 170 રનના લક્ષ્ય સામે 146 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી.














































































































































































































