પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યાં બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ખાસ કરીને શહેરાના મોરવા રેણા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *