ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મહોર લાગતાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર ગેજેટ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં 24 માર્ચ 2026ના રોજ આ મહત્વકાંક્ષી UCC વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ નવા કાયદાના અમલથી રાજ્યમાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિ તથા વારસાઈ હકમાં મહિલાઓને પુરુષો સમકક્ષ સમાન કાયદાકીય જોગવાઈઓનો લાભ મળશે. આ કાયદામાંથી આદિવાસી સમુદાયને મુક્તિ આપવામાં આવી છે.