ms dhoni csk ipl

2026ની આઈપીએલ સીઝન શરૂ થવાના દિવસે જ ચાહકોને ખરાબ સમાચાર મળ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલો અનુસાર, ઈજાને કારણે ધોની આઈપીએલ 2026ના પહેલા બે અઠવાડિયા રમી શકશે નહીં; પરિણામે, સીએસકેને તેના વિના મેદાનમાં ઉતરવું પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવાર, 28 માર્ચે સવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને ધોનીની ઈજા અંગે વિગતો આપી હતી.