અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અમદાવાદના નારોલ એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલ પાસે પોલીસએ હેલમેટની આડમાં દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ચંદીગઢથી જૂનાગઢ લઈ જવાતો દારૂ ભરેલો ટ્રક ઝડપાઈ આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી રૂ.63 લાખથી વધુની કિંમતની 10,749 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રક, હેલમેટ અને દારૂ સહિત કુલ રૂ.84 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે.