અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિસ્ફોટના કારણે ઘરના દરવાજા તૂટી પડ્યા હતા અને આસપાસના બે મકાનોના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતા. ઘટના બાદ ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી તપાસ હાથ ધરી છે.






























