અમદાવાદ: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્લેનમાં સવાર ૧૮૦ મુસાફરોના જીવ જોખમમાં હોવાની આશંકા વચ્ચે પાયલોટે તુરંત એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો અને ફ્લાઈટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *