સુરત SMC દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરની ઓળખ સમાન તાપી નદીની જે દયનીય સ્થિતિ પ્રવર્તી રહી છે, તેનાથી સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાપી નદીમાં પલસાણા અને કતારગામથી લઈને છેક રાંદેર સુધીના વિસ્તારોમાં મોટા પાયે જળકુંભી (લીલી વનસ્પતિ) ની ચાદર પથરાઈ ગઈ છે. આ જળકુંભીના કારણે નદીનું પાણી રીતસરનું દૂષિત અને કાળું પડી રહ્યું છે, જે પાણી સીધું જ ફિલ્ટર પ્લાન્ટ્સમાં જઈને લોકોના ઘરો સુધી પહોંચે છે. પરિણામે, શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા બગડી છે અને મનપાના વોટર સપ્લાય વિભાગ સામે સવાલો ઉભા થયા છે.













