ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભવનાથના મહાશિવરાત્રી મેળાને આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મળેલી મહત્વની બેઠકમાં કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે.

આ વર્ષે ૧૧ ફેબ્રુઆરીએ સૌ પ્રથમવાર સાધુ-સંતોના આગમનને વધાવવા માટે એક અલૌકિક ‘નગરયાત્રા’ કાઢવામાં આવશે. આ ઉપરાંત, શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પવિત્ર નાગા સાધુઓની રવેડીનો રૂટ ૫૦૦ મીટર વધારીને કુલ ૨ કિલોમીટર કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો દર્શનનો લાભ લઈ શકે. સમગ્ર મેળા વિસ્તાર અને રવેડી રૂટને ભગવાન ભોલેનાથની થીમ પર વિશેષ સુશોભન અને લાઇટિંગથી સજાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *