કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદે નવી ‘આધાર એપ’ રાષ્ટ્રને સમર્પિત કરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા વિકસિત આ એપ્લિકેશન આગામી પેઢીની ટેકનોલોજીથી સજ્જ છે.

આ એપ દ્વારા આધાર નંબર ધારકો પોતાની ડિજિટલ ઓળખ સુરક્ષિત રીતે મોબાઇલમાં રાખી શકશે. એપની ડિઝાઈન ‘ગોપનીયતા-પ્રથમ’ (Privacy-first) અભિગમ સાથે કરવામાં આવી છે, જેનાથી યુઝર્સ તેમનો આધાર ડેટા સરળતાથી શેર કરી શકશે અને જરૂર પડ્યે ચકાસણી (Verify) પણ કરી શકશે. આ નવી સુવિધાથી સામાન્ય નાગરિકો માટે સરકારી અને ખાનગી સેવાઓનો લાભ લેવો વધુ સરળ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *