જૂનાગઢના ગિરનાર પર્વત પર સતત ફૂંકાઈ રહેલા ભારે પવનને પગલે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સતત પાંચ દિવસથી રોપવે સેવા ઠપ્પ હોવાના કારણે દૂર-દૂરથી આવેલા પ્રવાસીઓ અને યાત્રિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો કે, વહીવટી તંત્રનું સ્પષ્ટ માનવું છે કે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે પરંતુ તેમની સુરક્ષા જ સર્વોપરી છે. પવનની ગતિ સામાન્ય થતાં જ સેવા ફરી શરૂ કરાશે.










