ભર ચોમાસાના સમયમાં જ દેશના અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગમાં નોંધપાત્ર વરસાદની સંભાવના નથી. મોન્સૂન ટ્રફ હિમાલયની તળેટી તરફ સરકી જતા વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધતાં ગરમી અને ઉકળાટ વધુ અનુભવાશે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ગરમીનું જોર વધી શકે છે, જેના કારણે લોકોને બફારાભર્યા વાતાવરણનો સામનો કરવો પડી શકે છે.


































































































































































































































