MCX માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ₹3,000નો ઘટાડો થયો હતો, જેના પગલે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને ₹1.48 લાખ પર પહોંચ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ₹6,000નો કડાકો બોલાયો છે અને ચાંદીનો ભાવ ઘટીને ₹2.28 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારના ઉતાર-ચઢાવની સીધી અસર સ્થાનિક બુલિયન માર્કેટ પર જોવા મળી રહી છે.






