મનપાએ સત્તાવાર X હેન્ડલ પરથી જાહેરનોટિસ બહાર પાડી શાકભાજી વિક્રેતાઓને મનપા દ્વારા નક્કી કરાયેલા શાક માર્કેટ અથવા નિયત સ્થળે જ વેચાણ કરવા સૂચના આપી છે. નિયમનો ભંગ કરનાર સામે ગેરકાયદે દબાણ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. નિયમ તોડનારનો માલ-સામાન અને લારી જપ્ત કરી દંડ પણ વસૂલવામાં આવશે. જોકે, આ નિયમનો અમલ ક્યારથી શરૂ થશે તે અંગે મનપા દ્વારા હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.