અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અહીં શરૂ કરવામાં આવેલા હાઈ-ટેક એસી વેઇટિંગ હોલ (AC Waiting Hall) ને મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર ૨૦ રૂપિયા જેવી નજીવી ફીમાં મુસાફરોને અહીં એરપોર્ટના લાઉન્જ જેવી પ્રીમિયમ અને આરામદાયક સુવિધાઓ મળી રહી છે.

આંકડાકીય સફળતા: ૩ મહિનામાં ₹25 લાખની આવક પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં ૧ લાખથી વધુ મુસાફરોએ આ એસી હોલની સેવાનો લાભ લીધો છે. આ સફળ પ્રયોગને કારણે રેલવેની તિજોરીમાં ૨૫ લાખ રૂપિયાની માતબર આવક થઈ છે. પ્લેટફોર્મ પર ગરમી અને ઘોંઘાટ વચ્ચે પ્રતીક્ષા કરવાને બદલે, હજારો મુસાફરો હવે આ સુવિધાજનક અને વાતાનુકૂલિત હોલને પ્રાથમિકતા આપી રહ્યા છે.