ઈરાનમાં અમેરિકી નાગરિકોને ચેતવણી- તરત દેશ છોડો:સરકારી મદદ પર નિર્ભર ન રહો, પોતે જ નીકળી જવાની સલાહ આપી; ઘણી ફ્લાઇટ્સ પણ રદ
અમેરિકાએ ઈરાનમાં રહેતા તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સખત ચેતવણી આપી છે. અમેરિકી દૂતાવાસે કહ્યું છે કે દેશમાં સુરક્ષાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. વધતી અશાંતિ, પ્રતિબંધો અને મુસાફરીમાં અવરોધો લોકોની સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યા છે.
એમ્બેસીએ સ્પષ્ટ કહ્યું છે કે શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડી દો.વર્તમાન પરિસ્થિતિમાં સત્તાવાર સહાય અત્યંત મર્યાદિત છે.રાનમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને અશાંતિને કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન બની ગઈ છે. રસ્તાઓ બંધ છે, જાહેર પરિવહન ઠપ્પ છે, ઇન્ટરનેટ અને મોબાઇલ – લેન્ડલાઇન સેવાઓ વારંવાર ખોરવાઈ રહી છે. ઘણી એરલાઇન્સે ઈરાન આવતી-જતી ફ્લાઇટ્સને મર્યાદિત અથવા રદ કરી દીધી છે,



