ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક જર્મન-સાઉથ આફ્રિકન ઈન્ફ્લુએન્સર લિઝલાઝ (LizLaz) ની જૂની તસવીર લાઈક કરવાને કારણે ચર્ચામાં આવ્યા છે. કોહલી તે મોડલને ફોલો કરતા નથી, છતાં તેની બોલ્ડ તસવીર લાઈક થતા નેટીઝન્સ દ્વારા સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. યુઝવેન્દ્ર ચહલે પણ આ પોસ્ટ પર ‘એલ્ગોરિધમ’ લખીને કોમેન્ટ કરતા આ મામલો વધુ વાયરલ થયો છે.

નોંધનીય છે કે ગત વર્ષે પણ વિરાટ કોહલીએ અભિનેત્રી અવનીત કૌરની પોસ્ટ લાઈક કરી હતી, જે બાદમાં તેમણે ‘એલ્ગોરિધમની ભૂલ’ ગણાવીને સ્પષ્ટતા કરી હતી. ફરી એકવાર આવો જ કિસ્સો બનતા ફેન્સ મજાકિયા અંદાજમાં કોહલીને ટ્રોલ કરી રહ્યા છે. હાલ વિરાટ કોહલી IPL 2026 માં શાનદાર ફોર્મમાં છે અને ઓરેન્જ કેપ પણ ધારણ કરી રહ્યા છે, ત્યારે આ મેદાન બહારનો વિવાદ વધુ વેગ પકડી રહ્યો છે.