Navsari જિલ્લાના બોરિયાચ ટોલનાકે સ્થાનિક વાહનચાલકો પાસેથી ટેક્સ વસૂલવાના મુદ્દે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ હાલ પૂરતો GJ-21 પાસિંગ ધરાવતા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મે બાદ ટોલ વસૂલાત શરૂ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ‘ના કર’ સમિતિએ ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી હતી. વધતા વિરોધને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત આપવામાં આવી છે, જોકે સ્થાનિકોને મળેલી આ ટેક્સ મુક્તિ કાયમી રહેશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.






