ઉમરગામના સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી, 3 બેભાન

ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીમાં આજે શુક્રવારે ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનામાં કંપની માલિક સહિત ત્રણ વ્યકિતઓ બેભાન થઇ જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે આજુબાજુ તથા સામે આવેલી કંપનીના કર્મચારીઓને પણ અસર થઇ હતી. કર્મચારીઓ ભાગી ગયા હતા. જુદી જુદી ટીમો દ્વારા ગેસને કાબુમાં લેવા કવાયત આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *