ગાંધીનગર-ભરૂચમાં વરસાદ, પાંચ જિલ્લામાં યલો એલર્ટ:વહેલીસવારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યાં; અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે (23મી ફેબ્રુઆરી) ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જ્યારે આજે સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.






























































































































































































































































