જન ગણ મન પહેલાં વંદે માતરમ વાગશે:રાષ્ટ્રગાન પહેલાં 3 મિનિટ 10 સેકન્ડનું રાષ્ટ્રગીત વાગશે; કેન્દ્રએ નવી ગાઈડલાઈન જાહેર કરી
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના સન્માન અને તેના ગાયન માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન(જન ગણ મન)ની સાથે વંદે માતરમ ગાવાના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, હવેથી કોઈપણ સરકારી કે સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમનું સન્માન રાષ્ટ્રગાનની સમકક્ષ જાળવવાનું રહેશે. નવા ફેરફાર મુજબ, જો કાર્યક્રમમાં બંને ગીતોનો સમાવેશ હોય, તો સૌપ્રથમ વંદે માતરમ ગાઈને તેની શરૂઆત કરવામાં આવશે. આ દરમિયાન જે રીતે રાષ્ટ્રગાન વખતે સાવધાનની મુદ્રામાં ઊભા રહેવામાં આવે છે, તે જ રીતે હવે વંદે માતરમ વખતે પણ ઊભા રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.






























































