નેપાળમાં મોટી દુર્ઘટના: ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા 17ના મોત, વિદેશી પ્રવાસીઓ સહિત 24 ઈજાગ્રસ્ત
નેપાળમાં આજે વહેલી સવારે એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા અત્યાર સુધીમાં 17 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત પૃથ્વી હાઇવે પર સર્જાયો હતો.






























































