સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીનું ગ્રહણ લાગતાં ઉદ્યોગકારો ભારે સંકટમાં મુકાયા છે, જ્યાં છેલ્લા ૪ વર્ષમાં લેબગ્રોન ડાયમંડના ભાવમાં ૬૭ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ રફ હીરાના ભાવમાં ૩૦ ટકાનો ધરખમ વધારો થયો છે. તૈયાર લેબગ્રોન ડાયમંડની ૧૮૮ લાખ કેરેટની ઐતિહાસિક નિકાસ નોંધાઈ હોવા છતાં આ ક્ષેત્રે આર્થિક કટોકટી ઘેરી બની છે, જેને પગલે પરિસ્થિતિ અને આગળની રણનીતિ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે આજે સાંજે કતારગામ સ્થિત પાટીદાર સમાજની વાડી ખાતે હીરા ઉદ્યોગકારોની એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે.