ગુજરાતમાં સરેરાશ 15% અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 26% જેટલી વરસાદની ઘટ નોંધાતાં રાજ્યમાં ગમે ત્યારે દુષ્કાળની જાહેરાત થઈ શકે છે. વર્ષ 2016ના મેન્યુઅલ મુજબ આ જાહેરાત કરવામાં આવી શકે છે, જેમાં અગાઉ વર્ષ 2018માં 30 ઓક્ટોબરે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો.