સુરતથી ચેન્નાઈ વચ્ચે અંદાજે 900 કિમી લાંબો નવો એક્સપ્રેસવે કોરિડોર બનાવવામાં આવશે, જેનાથી બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 16 કલાકમાં જ કાપી શકાશે અને દેશના 5 મોટા રાજ્યો સીધા જોડાશે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત નાસિક, સોલાપુર અને તિરુપતિ જેવા મુખ્ય શહેરો પણ કનેક્ટ થશે, જેને વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


















