8 માર્ચ થી 22 માર્ચ 2026 સુધી પ્રથમ રાષ્ટ્રીય જલ મહોત્સવ અભિયાન ‘સુજલ ગ્રામ’ માટે ગ્રામ પંચાયતો દ્વારા ‘જન ભાગીદારી’ ની ઉજવણી કરે છે
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત ‘જલ મહોત્સવ 2026’ના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પાયાના સ્તરના નેતાઓ અને કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા
જલ શક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) એ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘જલ મહોત્સવ 2026’ ના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ જલ જીવન મિશન (JJM) હેઠળ ગ્રામીણ પીવાના પાણીની સેવા પહોંચાડવામાં સમુદાયની ભાગીદારી અને ટકાઉપણું મજબૂત કરવા માટે 8-22 માર્ચ 2026 દરમિયાન સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહેલા અભિયાનના ભાગરૂપે યોજાયો હતો.






