ગુજરાતના મહત્વકાંક્ષી ધોલેરા SIR પ્રોજેક્ટને વેગ આપવા માટે સરખેજ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલની જાહેરાત કરવામાં આવી છે. રેલવે DRM વેદ પ્રકાશના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 220 કિમી/કલાકની ઝડપે દોડશે અને સુરક્ષા માટે તેમાં ‘કવચ 5.0’ પેટર્નનો ઉપયોગ થશે. આ નેટવર્ક પેસેન્જર અને ગુડ્સ (માલસામાન) બંને માટે યુનિક હશે, જેમાં એક ડબ્બામાં 100 ટનથી વધુ સામાન લઈ જઈ શકાશે. ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું કે આ પ્રોજેક્ટ જમીન, હવાઈ અને દરિયાઈ નેટવર્કને જોડશે, જેનાથી મોટાપાયે રોજગારીની તકો ઊભી થશે. ધોલેરામાં હાલ 1500 ફ્લેટના કામ ચાલુ છે અને રાજ્ય સરકારે આ વિસ્તાર માટે 12 કરોડનું ખાસ બજેટ પણ ફાળવ્યું છે.