પોલીસ વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની સાથે-સાથે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરના મહિલા કોન્સ્ટેબલ જાનકીબા ડાયુભા સિંધવે સમગ્ર જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું છે.
તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ‘DGP કપ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ક્લસ્ટર ટૂર્નામેન્ટ ૨૦૨૬’માં જાનકીબાએ શાનદાર રમતનું પ્રદર્શન કરી ૧ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રોન્ઝ સહિત કુલ ૬ મેડલ જીત્યા હતા.
મેડલની વિગતવાર સિદ્ધિઓ:
બેડમિન્ટન:
વુમન્સ ડબલ્સ: ગોલ્ડ મેડલ 🥇
ટીમ ઈવેન્ટ: સિલ્વર મેડલ (રનર્સ-અપ ટ્રોફી) 🥈
વુમન્સ સિંગલ્સ: બ્રોન્ઝ મેડલ 🥉
ટેબલ ટેનિસ:
ટીમ ઈવેન્ટ: સિલ્વર મેડલ (રનર્સ-અપ ટ્રોફી) 🥈
વુમન્સ ડબલ્સ: બ્રોન્ઝ મેડલ 🥉
મિક્સ ડબલ્સ: બ્રોન્ઝ મેડલ 🥉
સ્પર્ધાના અંતે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) શ્રી જી. એસ. મલિકના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ફરજ સાથે ખેલજગતમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાનકીબા સિંધવને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


























