UPI પેમેન્ટ પર મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ લાગુ કરવાની ચર્ચા વચ્ચે આ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાના અહેવાલ છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને 15 ઓક્ટોબરથી લાગુ થવાનો પ્રસ્તાવિત 0.4 ટકા ચાર્જ ટાળવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. હવે દિવાળી બાદ આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ ચાર્જ તમામ UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થવાનો નથી. પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ રૂ. 2,000થી વધુના ચોક્કસ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાનો છે. આ ચાર્જ વેપારીઓ પાસેથી લેવામાં આવશે, ગ્રાહકો પાસેથી નહીં. દિવાળી બાદ આ વ્યવસ્થા કઈ તારીખથી લાગુ થશે તે અંગે નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.




































































































































































































































































