સુરતમાં રથયાત્રાનો થનગનાટ
અષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું છે. સુરતના ઐતિહાસિક રેલવે સ્ટેશન ખાતેથી આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે, જેને પગલે સ્ટેશન પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નગરચર્યાએ નીકળનારા નાથની એક ઝલક મેળવવા માટે સુરતીલાલાઓ ભારે આતુર છે અને સમગ્ર રૂટ અત્યારે ‘જય જગન્નાથ’ના ગગનભેદી નારાઓથી ગુંજી રહ્યો છે.
























