NCERTના વિવાદિત પુસ્તક પર સુપ્રીમનો પ્રતિબંધ,CJI આકરાંપાણીએ, કહ્યું- તમે એ શીખવવા માગો છો કે ન્યાયતંત્ર ભ્રષ્ટ છે? આ મોટું ષડયંત્ર, જવાબદારી નક્કી કરો, છોડીશું નહીં

સુપ્રીમ કોર્ટમાં NCERT ધોરણ 8ના પાઠ્યપુસ્તકના પ્રકરણ “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” અંગેની સુનાવણી શરૂ છે. સીજેઆઈ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જે. બાગચી અને જસ્ટિસ પંચોલીની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસની નારાજગી બાદ NCERTએ પુસ્તક પાછું ખેંચી લીધું છે અને કાઉન્સિલે કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી છે.કોર્ટ આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે, “આ ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટેનું એક સુનિયોજિત પગલું છે. ન્યાયપાલિકાના વડા તરીકે, જ્યાં સુધી હું સંતુષ્ટ નહીં થાઉં ત્યાં સુધી આ મામલાની સુનાવણી ચાલુ રહેશે.”