SA vs AFG: ડબલ સુપર ઓવરમાં સાઉથ આફ્રિકા જીત્યું, કેશવ મહારાજે 24 રન ડિફેન્ડ કર્યા, બે વિકેટ પણ લીધી, ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ડબલ સુપર ઓવર થઈ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી હતી. જેમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું છે. સાઉથ આફ્રિકાની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 187 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનને 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 187 રન પર ઓલઆઉટ થઈ જતાં મેચ ટાઈ થઈ હતી. ત્યારે હવે પહેલી સુપર ઓવર રમાઈ હતી તે પણ ટાઈ થઈ હતી.પહેલી સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને વિના વિકેટે એક ઓવરમાં 17 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ એક વિકેટ પર 17 રન કર્યા હતા. જેને લઈને બીજી સુપર ઓવર રમાઈ હતી.બીજી સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ વિના વિકેટે 23 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ બે વિકેટના નુકસાન પર 19 રન જ બનાવી શકી હતી. જેના કારણે સાઉથ આફ્રિકાને જીત હાંસલ થઈ છે

































































