વડોદરાના અનગઢ ગામ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો શંકાસ્પદ પદાર્થ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રેલવે ટ્રેક પર કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલાં જ સ્થાનિકો અને રેલવે કર્મચારીઓના ધ્યાન પર આ બાબત આવતા ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી હતી.
જોકે, પોલીસની પ્રાથમિક તપાસ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પદાર્થ કોઈ મોટો વિસ્ફોટક હોવાને બદલે ફટાકડામાં વપરાતો પદાર્થ હોવાની ચર્ચા છે. કોઈએ મજાક ખાતર અથવા અજાણતામાં આ પદાર્થ ત્યાં છોડ્યો હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.











































































