અમદાવાદના સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 15થી 20 લોકો ફસાયા હોવાનું જણાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.