વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં વડોદરા અને અમદાવાદની 5-5 સ્કૂલને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. વડોદરા શહેરની ઉર્મિ, ડી.આર. અમીન, નાલંદા, જીવનસાધના, શનેન સ્કૂલ, નવયુગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે.અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ