અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સુખાકારી માટે માઁ અંબાના આશીર્વાદ લીધા
અંબાજી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શક્તિપીઠ માઁ અંબાના દર્શન કરીને વિધિ-વિધાનપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું અને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ તેમજ નાગરિકોની સુખાકારી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત ખાસ કરીને ‘અંબાજી કોરિડોર’ પ્રોજેક્ટ માટે અત્યંત મહત્વની રહી છે. તેમણે અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. ખાતમુહૂર્ત પૂર્વે મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજામાં ભાગ લીધો હતો અને યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
































































