ઓડિશાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં આ ગેસનો જથ્થો મળી આવ્યો છે. ‘સમુદ્ર મંથન’ અભિયાન હેઠળ થયેલી આ પ્રથમ મોટી સફળતા હોવાનું જણાવાઈ રહ્યું છે. નવી ગેસ શોધથી દેશમાં ઊર્જા જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે અને આયાત બિલમાં ઘટાડો થવાની આશા છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ શોધને મોટી સિદ્ધિ ગણાવી છે.





























































































































































































































































